શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.

ખુશાલપુરાનો ઇતિહાસ

➤ શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ખુશાલપુરા, તા. વ્યારા, જિ. તાપીમાં વ્યાર, વાલોડ, સોનગઢ, ઉચ્છલ-નિઝર, માંગરીળ(સુરત) જેમાં લગભગ ૮૦% વસ્તી ગરીબ, અજ્ઞાન વર્ષોથી શોષિત આદિવાસીની છે. જે ઉકાઈ પ્રદેશ તરીકે ઓળખાય છે.

➤ અગાઉનાં વર્ષોમાં બારડોલી, મઢી, ચલથાણ અને મહુવા વગેરેમાં ખાંડનાં કારખાનાં કાર્યરત હતા.

➤ ઉપરોકત ખાંડનાં કારખાનાં થયા ત્યારે આદિવાસી વિસ્તારનાં ખેડુતોની જમીનમાં પાણી ન આવવાથી આર્થિક સ્થિતી શેર ખરીદવાની ન હોવાથી શેર ખરીદી શકયા નહી અને સામાન્ય રીતે જાગૃત ખેડુતોએ શેર ખરીદી કાર્યરત સુગર ફેકટરીમાં સભ્ય બની શેરડીનો પાક કરતાં થયા.

➤ ઉકાઈ સિંચાઈ યોજનાને કારણે આ વિસ્તારમાં પણ સિંચાઈનાં પાણીનો લાભ મળ્યો અને શેરડીનાં પાકમાંથી આવક સારી થવાથી આ વિસ્તારનો આદિવાસી ખેડુતો પણ શેરડીનો પાક કરવા આકર્ષાયા પરંતુ તેઓ ખાંડનાં કારખાનાનાં સભાસદ ન હોવાથી તેઓ લાચાર બન્યા અને આ વિભાગમાં નવુ ખાંડનું કારખાનું ઉભુ કરવા માટેની લાગણી તીવ્ર બની અને માંગણીને પરિપુર્ણ કરવા માટે સને ૧૯૮૦ માં શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ની રચના કરવામાં આવી અને ઈરાદાપત્ર મેળવવા માટે ભારત સરકારનાં ખેતીવાડી ખાતાને અરજ કરવામાં આવી. ગુજરાત સરકારને ભારત સરકારનાં ખેતીવાડી ખાતાની ભલામણનાં આદ્યારે ભારત સરકારનાં તા. ૨૪/૦૬/૧૯૮૨ નાં રોજ ઈરાદાપત્ર ક્રમાંકઃ L.1.408(82) થી ૧૨૫૦ ટી.સી.ડી. ની ક્ષમતાવાળુ ઈરાદાપત્ર મળતાં ગુજરાત રાજયનાં સહકાર ખાતાએ સહકારી કાયદા પ્રમાણ સે/૩૬(૮૨) તા. ૩૦/૧૧/૧૯૮૨ થી નોંધણી કરવામાં આવી.

➤ આ ખાંડ કારખાનાનું ખાત મુહર્ત વિધિ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી માઘવસિંહ સોલંકીનાં વરદ હસ્તે તા. ૧૮/૦૬/૧૯૮૩ નાં રોજ કરવામાં આવેલ.

➤ આ મંડળી ઘ્વારા ખાંડનું કારખાનું તથા અન્ય આડપેદાશો આદ્યારિત ઉદ્યોગો સ્થાપવાનું પણ નકકી કરેલ હોય ભાવિ યોજનાને ઘ્યાનમાં લેતાં ૨૦૦ એકર જેટલા જમીનની જરૂરીયાત ઉભી રહશે. તે પૈકી કારખાનાં માટે જરૂરી જમીન માજે-ખુશાલપુરાની ગૌચર જમીન ૭૮ એકર ૨૬ ગુંઠા મેળવેલ તદ્ઉપરાંત પનિયારી, ટીચકપુરા, વ્યારાની જમીનો મેળવેલ.

➤ આ મંડળીમાં નવેમ્બર ૧૯૮૩ માં કુલ ૯૨૭૩ સભ્યોની નોંધણી કરવામાં આવેલ.

➤ ફેકટરીનું ઐતિહાસિક પ્રજાસત્તાક દિન ૨૬/૦૧/૧૯૮૬ નાં રોજ શેરડી પિલાણ માટે ટ્રાયલની શરૂઆત કરી અને તા. ૧૦/૦૨/૧૯૮૬ થી વ્યાપારી ધોરણે ખાંડ ઉત્પાદન કરતી થઈ ગયેલ.

➤ (મંડળીમાં સરકાર નિયુકત વ્યવસ્થાપક સમિતીનાં પ્રમુખશ્રી તરીકે શ્રી છીતુભાઈ ડી. ગામીત અને ઉપપ્રમુખશ્રી તરીકે શ્રી ઝીણાભાઈ દરજીની વરણી થયેલ.)

➤ મંડળીમાં વ્યવસ્થાપક સમિતીની ચુંટણી થતાં તા. ૧૫/૦૧/૧૯૯૪ થી ચુંટાયેલ બોર્ડ વહીવટ સંભાળેલ.

➤ ડિસેમ્બર ૧૯૮૮ નાં રોજ કેન્દ્ર સરકારશ્રી તરફથી મળેલ ઈરાદાપત્ર અનુસાર પ્લાન ૧૨૪૦ ટનની પિલાણ ક્ષમતા ઉપરથી ૨૫૦૦ મે.ટનની ક્ષમતા કરવાની મંજુરી મળેલ. તે અન્વયે વિસ્તૃતીકરણ થતાં ૧૯૯૪ માં ૨૫૦૦ મે.ટનની ક્ષમતા કરવાની મંજુરી મળેલ. તે અન્વયે વિસ્તૃતીકરણ થતાં ૧૯૯૪ માં ૨૫૦૦ મે.ટનની ક્ષમતા મુજબ પ્લાન્ટ શરૂ કરવામાં આવેલ.

➤ વર્ષ ૨૦૧૫-૧૬ થી ૨૦૨૦-૨૧ દરમ્યાન પિલાણ સિઝન બંધ હતી વર્ષ ૨૦૨૧-૨૨ માં ચુટાયેલ બોર્ડ ઘ્વારા ટ્રાયલ સિઝન લેવામાં આવેલ. ત્યારબાદ મંડળીમાં તા. ૨૪/૦૫/૨૦૨૨ થી કસ્ટોડીયનની નિમણુંક કરવામાં આવેલ અને તા. ૦૭/૦૭/૨૦૨૨ અને તા.૦૮/૦૮/૨૦૨૨ થી સરકાર ઘ્વારા કસ્ટોડીયન કમિટીની નિમણુંક કરી કરવામાં આવેલ જેમાં સુગર ફેકટરીઓનાં બહોળો અનુભવ ઘરાવતાં સભ્યશ્રીઓ તથા આ વિસ્તારનાં સહકારી આગેવાનો / સભાસદોની નિમણુંક થયેલ જેમણે તા. ૨૭/૧૦/૨૦૨૨ થી મંડળીનો ચાર્જ સંભાળી આ વિસ્તારની જીવાદોરી સમાન ખાંડ મંડળી પુનઃ શરૂ કરવા માટે જરૂરી આયોજન કરી સરકારશ્રીએ મંજુર કરેલ રૂા. ૩૦ કરોડની લોન / સહાય મેળવવા માટે દરખાસ્ત તૈયાર કરી રજૂ કરવામાં આવેલ તે ઉપરાંત પિલાણ સિઝન ૨૦૨૩-૨૪ ચાલુ કરવા માટે રીપેર મેઈન્ટેનન્સ, ઓવરહોલીંગની કામગીરી માટે ઈ-ટેન્ડરીંગથી પ્રક્રિયા હાથ ઘરવામાં આવેલ તે અન્વયે અનુભવી ઈન્વેન્ટીવ સુગર એન્ડ એલાઈડ એન્જીનીયરીંગ પ્રા. લિ. દિલ્હીને કામગીરી સોપવામાં આવેલ. તા. ૨૧/૦૨/૨૦૨૩ નાં રોજ ફેકટરી સાઈડ પર પૂજા-અર્ચના કરી રીપેરીંગ, ઓવરહોલીંગની કામગીરી શરૂ કરવામાં આવેલ. મંડળીમાં કુલ ૨૨૦૦૦ એકર શેરડીનો પાક ઉભો છે.

➤ આ વિસ્તારની બંધ પડેલ ખાંડ કારખાનું પુનઃ કાર્યાવિન્ત કરવા માટે કેન્દ્રનાં સહકારમંત્રીશ્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબ, રાજય સરકારનાં વન અને પર્યાવરણ મંત્રી તેમજ તાપી જિલ્લાનાં પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઈ ઝેડ પટેલ સાહેબ, આદિજાતી વિકાસ વિભાગનાં કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતી સાહેબ ઘ્વારા સતત માર્ગદર્શન તથા તેમના સાથ સહકારથી આપણી સંસ્થાને રૂ।. ૩૦ કરોડ જેટલી માતબર રકમની લોન / સહાય અપાવીને ફરીથી ઘમદ્યમતી કરવામાં સિંહફાળો રહયો છે. જે ખુબ જ ગર્વ અને આનંદની વાત છે.

➤ આ મંડળી ૪ થી ૫ વર્ષમાં અન્ય સુગર ફેકટરીઓની હરોડમાં લાવવા કસ્ટોડીયન કમિટી સતત પ્રયત્નશીલ છે. અને રહશે.

➤ આ વિસ્તારમાં નવુ ખાંડ કારખાનુ ઉભુ કરવા માટે સને ૧૯૮૦ માં શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ખુશાલપુરાની રચના કરવામાં આવી અને જે ની દૈનિક ૧૨૫૦ મે.ટન કેપેસીટી છે.

➤ તા. ૨૬/૦૧/૧૯૮૬ થી ફેકટરીની પિલાણ સિઝન શરૂ કરવામાં આવી.

➤ વર્ષ ૧૯૯૪ થી ૨૫૦૦ મે.ટનની ક્ષમતા મુજબ પ્લાન્ટ શરૂ કરેલ.

➤ તે સમયે ૧૯૮૩ માં કુલ ૯૨૭૩ સભ્યોની નોંઘણી થયેલ જે હાલમાં ૨૩૦૦૦ થી વધુ સભાસદની સંખ્યા છે.

➤ રાજય સરકારશ્રી ઘ્વારા ટ્રાયબલનાં બજેટમાંથી રૂ।. ૩૦ કરોડ મંજુર કરેલ છે. જે ફકત કારખાનું ચાલુ કરવા માટે જ મંજુર કરેલ છે. પાછલી કોઈ જવાબદારી ચુકવવા માટે નથી.

➤ ફેકટરી શરૂ થયા બાદ આ વિસ્તારમાં રૂ।. ૫૦ કરોડ થી રૂા. ૬૦ કરો નું શોષણ થાય છે. તે અટકશે.